Wednesday, 7 September 2011

એવો શું જાદુ કર્યો એમને!

એવો શું જાદુ કર્યો એમને કે ધરતી પર સ્વર્ગ ઉતરી આવ્યું,
ખોવાઈ ગયુ હતુ ઘણા સમય થી એ સ્મિત પાછું આવ્યું,

પહેલા થતી હતી મજાક-મસ્તી તો કોઈ નવાઈ ની વાત નહોતી,
પણ આજે કરી છેડછાડ એમને તો કંઈક અવનવું લાગ્યું,

ઘણા દિવસો થી અબોલા લીધા હતા એમણે અમારી સાથે,
બે બોલ મીઠા બોલ્યા તો જાણે કોઈ ગીત ગાઈ નાખ્યું,

નાં રિસાય ફરી કદી હવે એ બસ એકજ અરમાન છે "શરદ"
 હવે નહિ સહેવાય વેદના, વિરહ માં ઘણું સહી નાખ્યું,
  
 એકલતા ની રાતો માં એક ઉષાકિરણ ની જ આસ હતી,
 ગાઢ નીંદર માં પોઢેલું નસીબ લાગે છે હવે જાગ્યું,

.............................................................એવો શું જાદુ કર્યો